હેરી પોટરની આખી "રામાયણ" આ ભવિષ્યવાણી ના કારણે રચાઈ છે.અત્યાર સુધીની એટલે કે છઠ્ઠા ભાગ સુધીની વાર્તામાં વોલ્ડેમોર્ટ કોઈક ને કોઈક રીતે હેરીની હત્યા કરવાનો પ્રયાસ કરતો બતાવવામાં આવ્યો છે.પણ છઠ્ઠા ભાગના અંતમાં ડમ્બલડોર સાથે વોલ્ડેમોર્ટના એક હોરક્રક્સ ને શોધીને એનો વિનાશ કરવા માટે હેરી જાય છે એ સાથે જ હેરીએ પોતે પણ વોલ્ડેમોર્ટનો અંત લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.હવેનો ખેલ ખરાખરીનો છે...કેમ કે હવે હેરી વોલ્ડેમોર્ટની સામે માત્ર "સર્વાઈવ" જ નથી કરી રહ્યો...એ વોલ્ડેમોર્ટની સામે પડી રહ્યો છે...આ રામાયણની શરૂઆત માટે જવાબદાર ભવિષ્યવાણીને હવે એ પણ વોલ્ડેમોર્ટની માફક જ સાચી પાડવાના પ્રયત્ન કરી રહ્યો છે !
૧૯ નવેમ્બરે વિશ્વભરમાં રીલીઝ થઈ રહેલા હેરી પોટરના સાતમા ભાગના પહેલા ભાગને જોતાં પહેલાં થોડી બાબતો જેમણે બૂક નથી વાંચી એમના માટે જાણી લેવી જરૂરી છે.આ પોસ્ટ એવા મિત્રો માટે જ લખવામાં આવી રહી છે. IMDB નામની સાઈટમાંથી મળેલ માહિતી મુજબ આ ભાગમાં પુસ્તકના ભાગ એક (ધ ડાર્ક લૉર્ડ અસેન્ડીન્ગ) થી ભાગ ૨૪ (ધ વૉન્ડમેકર) સુધીના ચેપ્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેને ધ્યાનમાં રાખીને હું ત્યાં સુધીની સ્ટોરી ટૂંકમાં જણાવું...
સૌથી પહેલાં છઠ્ઠા ભાગનો એક રેફરન્સ કે જેના પર આખી સીરીઝનો ઘણો આધાર છે : "હોરક્રક્સ"

હોરક્રક્સ એ વિઝાર્ડીંગ વર્લ્ડ (જાદૂગરોની દુનિયા...) ના ડાર્કેસ્ટ તંત્ર-મંત્રમાંનુ એક ગણાય છે કે જેના વિષે ગણ્યા ગાંઠ્યા લોકો જ જાણે છે.કહેવાય છે કે કોઈપણ વિઝાર્ડ (જાદૂગર) "અમર" બનવા માટે પોતાની આત્માના ટુકડા કરીને એને કોઈ જીવિત અથવા નિર્જીવ વસ્તુમાં આરોપિત કરી શકે છે...કહો કે છુપાવી શકે છે ! જે વસ્તુમાં આવો આત્માનો ટુકડો છુપાવવામાં આવે એને "હોરક્રક્સ" કહેવાય.અને હોરક્રક્સ બનાવવાની રીત જ એવી પાશવી છે કે એ બનાવનાર વ્યક્તિ તો અધર્મ-અનિતી-અન્યાય-અત્યાચારની દરેક હદો વટાવી ગયો હોય તો જ આવું કોઈ હોરક્રક્સ બનાવી શકે.રીત કંઈક આ પ્રમાણે છે : તમારે તમારી આત્માના જેટલા ટુકડા કરવા હોય એટલી હત્યાઓ કરવી પડે.દરેક હત્યા પછી કોઈક જીવિત કે નિર્જીવ "ઓબ્જેક્ટ" જેમાં તમે તમારી આત્માનો ટુકડો છુપાવવા કે સાચવવા કે સુરક્ષિત રાખવા ઈચ્છતા હોવ એમાં એક મંત્રવિધિ પછી એ ટુકડાને સમાવી શકો ! તમે તમારી આત્માના ગમે તેટલા ભાગ કરી શકો...જેટલા ભાગ કરીને સાચવવા હોય એટલી હત્યા કરો ! પણ તમે જેમ જેમ વધુ ભાગ કરતા જાવ તેમ તેમ જે ભાગ તમારા શરીરમાં જીવિત છે એ નબળો પડતો જાય અને શરીર ધીરે ધીરે વિચિત્ર આકારનું બનતું જાય.(આ જ છે વૉલ્ડેમોર્ટના ફિલ્મમાંના "વિચિત્ર" , "સ્નેકલાઈક" , "નાક વિનાના" દેખાવનું કારણ !). આવા હોરક્રક્સ બનાવ્યા બાદ જ્યારે બનાવનાર વ્યક્તિ "મરે" ત્યારે તે ખૂબ જ દયાજનક સ્થિતિમાં "નહીં જીવિત...નહીં મૄત" પ્રકારનું જીવન જ જીવે(ફિલ્મોના પહેલા અને ચોથા ભાગમાં બતાવવામાં આવેલો દયનીય છતાં બિહામણો વૉલ્ડેમોર્ટ યાદ કરો...)...પણ સંપૂર્ણપણે એનું મૄત્યુ ત્યારે જ થાય જ્યારે એ વ્યક્તિને મારતા પહેલાં એણે બનાવેલાં તમામ હોરક્રક્સનો નાશ કરવામાં આવે.બધા હોરક્રક્સનો નાશ કર્યા બાદ જ એને બનાવનાર જીવિત વ્યક્તિ (આ કેસમાં વૉલ્ડેમોર્ટ) ને એક સામાન્ય વિઝાર્ડની જેમ મારી શકાય ! (અને એ પણ ત્યારે જ કે જ્યારે તમારી પાસે એટલી જાદૂઈ આવડત અને તાકાત હોય કે તમે ડાર્ક લૉર્ડ વૉલ્ડેમોર્ટને મહાત કરી શકો ! ).
ડમ્બલડોરે છઠ્ઠા ભાગમાં હેરીને એટલું તો સમજાવી જ દીધું છે કે વોલ્ડેમોર્ટને મારવાનું વિચારવાની પણ પહેલા હેરીએ તેના હોરક્રક્સને શોધીને એમનો નાશ કરવો પડશે.ડમ્બલડોરના "પથ્થર કી લકીર" જેવા ગેસવર્ક(તુક્કાબાજી...યુ સી ?) પછી એમણે હેરીને એટલું તો કહેલું કે વૉલ્ડેમોર્ટે સાત હોરક્રક્સ બનાવ્યા હોવા જોઈએ,(એક કે બે હોરક્રક્સને પણ ક્રૂરતાની હદ ગણવામાં આવતી હોય તો સાત સાત હોરક્રક્સ વોલ્ડેમોર્ટને કેટલો પાશવી સાબિત કરે એ જરા વિચારી લેજો !), પણ ડમ્બલડોરે હેરીને એ નથી જણાવ્યું કે હોરક્રક્સ તમને મળે પછી તમે એનો નાશ કેવી રીતે કે ક્યા હથિયાર વડે કરી શકો ? અને હવે જ્યારે છઠ્ઠા ભાગના અંતે ડમ્બલડોર મરી ગયા છે...તો હેરી માત્ર એટલું જ જાણે છે કે એણે હવે ડમ્બલડોર સાથે એણે પેલી ગુફામાં જઈને જે હોરક્રક્સ શોધ્યું એના સિવાય બીજા છ હોરક્રક્સ શોધીને એને ખતમ કરવાના છે અને પછી જ એ વૉલ્ડેમોર્ટને મારી શકશે !

----- હોરક્રક્સ વિષે એક જાણવા જેવી વાત : જેમણે " ધ લૉર્ડ ઑફ ધ રીન્ગ્સ " જોયું અથવા વાંચ્યું હશે એમને ખ્યાલ હશે કે " ધ વન રીન્ગ" એટલે કે મુખ્ય રીન્ગનો એના ધારક પર કેવો પ્રભાવ પડે છે. એવી જ રીતે આ હોરક્રક્સ જેની પાસે હોય એ જો લાંબો સમય તેને પોતાની નજીક રાખે અથવા એની સાથે પોતે "ઈમોશનલી અટેચ્ડ" થઈ જાય, તો એ હોરક્રક્સની અસર એના વિચારો પર થવાની શરૂ થઈ જાય છે અને એ હોરક્રક્સ ધરાવનાર વ્યક્તિ પણ એ હોરક્રક્સ બનાવનાર વ્યક્તિનો સ્વભાવ જાણે ધીરે ધીરે ધારણ કરતો જાય છે !
----- હોરક્રક્સને સામાન્ય હથિયારો કે રીતો વડે નાશ ન કરી શકાય. એવા જ હથિયારો કે જે હોરક્રક્સમાં સમાયેલા આત્માના ટુકડાને કાયમ માટે ખંડિત કરી શકે, એ જ હોરક્રક્સને નાશ કરવા માટે વાપરી શકાય ! હેરીને હજુ ખબર નથી કે એ ક્યા હથિયારો છે ?
હવે વાત મૂળ પ્લોટની : ડમ્બલડોર મરતાં પહેલાં હેરીને (હેરીના મતે "અપૂરતી" ) માહિતી-કમ-મિશન આપીને ગયા છે કે એણે વૉલ્ડેમોર્ટે બનાવેલાં હોરક્રક્સને શોધીને એમનો નાશ કરવાનો છે ! પણ હવે જ્યારે ડમ્બલડોર નથી રહ્યાં ત્યારે હેરીને એમના પર જબરજસ્ત ગુસ્સો આવી રહ્યો છે કે કેમ એમણે એને બધું સીધેસીધું નથી કહ્યું ? કેમ એમણે હેરીને સીધું જ નથી કહ્યું કે એણે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે ? એ હેરીને જણાવી શક્યા હોત કે વૉલ્ડેમોર્ટનાં હોરક્રક્સને કેવી રીતે ખતમ કરવાં કે શેના વડે ખતમ કરવાં...પણ ના...એમણે એને બધી જ અધૂરી માહિતી આપી હોવાનો હેરીને અસંતોષભર્યો આક્રોષ છે !
ફિલ્મની શરૂઆતમાં...સૉરી ... વાર્તાની શરૂઆતમાં આપણને લુસિયસ મૅલ્ફોયની હવેલી કે જે હવે વૉલ્ડેમોર્ટનું હેડક્વાર્ટર્સ બની ચૂકી છે...ત્યાં ભરાયેલી વૉલ્ડેમોર્ટ અને પ્રાણભક્ષીઓની મીટીંગ બતાવવામાં આવી છે.ત્યાં વોલ્ડેમોર્ટને અલગ અલગ પ્રાણભક્ષીઓ પોતે હેરીને એના માસિના ઘરેથી (ડર્સ્લી પરિવાર) ક્યારે અને કેવી રીતે ઓર્ડર ઓફ ફિનીક્સના સભ્યો લઈ જવાના છે એના વિષે જાણેલી માહિતી આપી રહ્યા છે...ત્યાં સ્નેપનો પ્રવેશ થાય છે ( જે હવે પોતે ડમ્બલડોરને માર્યા પછી વોલ્ડેમોર્ટનો ખાસ બની ચૂક્યો છે ! ) અને એ પોતે લાવેલી માહિતી વોલ્ડેમોર્ટ સમક્ષ રજૂ કરે છે.અને એની માહિતીને આધારે એ જ વખતે કેવી રીતે હેરીને ઝડપવો એનો પ્લાન તૈયાર થાય છે.વોલ્ડેમોર્ટ : "તમે ખાલી એને પકડો... બટ... આઈ મસ્ટ બી ધ વન ટુ કિલ હેરી પોટર ".
આ બાજુ હેરીને જબરજસ્ત પ્લાનીંગ સાથે ડર્સ્લી પરિવારના ઘરેથી રોનના ઘરે પહોંચાડવામાં આવે છે.આ પ્લાન દરમ્યાન આવેલી અડચણો અને પ્લાન પોતે ફિલ્મમાં જોવાની મજા આવશે.રોનના ઘરે પહોંચ્યા પછી હેરી નક્કી કરે છે કે હવે હોગવર્ટ્સ જવાનો કોઈ મતલબ નથી કેમ કે હવે તેના જીવનનું એક જ લક્ષ્ય છે : હોરક્રક્સ ખતમ કરીને વોલ્ડેમોર્ટને ખતમ કરવો ! તેની સાથે તેના પ્રતિકાર છતાં હરમાઈની અને રોન ( ઑબ્વીઅસલી ) જોડાય છે.
પોતાના મિશન માટે મુંઝવણ અનુભવતો હેરી જ્યારે જાદૂ મંત્રી ડમ્બલડોરની વસિયત સંભળાવવા રોનના ઘરે આવે છે ત્યારે ઉત્સાહમાં આવી જાય છે કે હવે એને કંઈક રસ્તો કે કોઈક હથિયાર મળશે ! પણ એનો ડમ્બલડોર પરનો રોષ ત્યારે વધી જાય છે જ્યારે એને ખબર પડે છે કે ડમ્બલડોરે એના માટે શું છોડ્યું છે :
૧ ) હેરીને ડમ્બલડોરે હેરીએ પોતાની પહેલી ક્વીડીચ મેચમાં પકડેલો " સ્નિચ " ( ગોલ્ડન બૉલ અથવા સુનહરી ગેંદ ) આપ્યો છે. :)
૨ ) રોનને ડમ્બલડોરે પોતાનું " ડીલ્યુમીનેટર " આપ્યું છે. ( એ યંત્ર કે જેના વડે પહેલી ફિલ્મના પહેલા સીનમાં ડમ્બલડોર લાઈટ્સ ખેંચે છે ) :) :)
૩ ) હરમાઈનીને ડમ્બલડોરે "ટેલ્સ ફ્રોમ બીડલ ધ બાર્ડ" નામનું જાદૂની દુનિયાનું બાળવાર્તાનું પુસ્તક આપ્યું છે. :) :) :)
૪ ) હેરીને ડમ્બલડોરે ગોડ્રીક ગ્રીફીનડોર ( ગૌરવ ગરૂડદ્વાર ) ની તલવાર પણ આપી છે, પણ જાદૂ મંત્રાલય એમ કહીને હેરીને એ આપવાનો ઈનકાર કરે છે કે " ગરૂડદ્વારની તલવાર ડમ્બલડોરની સંપત્તિ નથી કે એ કોઈને પોતાની વસિયતમાં લખીને આપી શકે ! "
હેરી સખત મુંઝાઈ જાય છે.આ કોઈ મજાક છે ? એક સોનાનો દડો...એક લાઈટ ખેંચુ યંત્ર અને એક ચંપકછાપ પુસ્તક પોતાની વસિયતમાં આપીને ડમ્બલડોર સાબિત શું કરવા માગતા હતા...?
તો સાતમો ભાગ અને ખાસ કરીને સાતમા ભાગની ફિલ્મનો પહ્રેલો ભાગ એ બતાવશે કે હેરી કેવી રીતે જાણે છે કે એણે શું કરવાનું છે ? શેનાથી કરવાનું છે ? શરૂઆત ક્યાંથી કરવાની છે ? પોતાની વસિયતમાં ગરૂડદ્વારની તલવાર સિવાયની પેલી નક્કામી વસ્તુઓ ડમ્બલડોર કંઈ અમસ્તા તો ના જ આપે ! પણ તો પછી એ વસ્તુઓનું કરવાનું છે શું ? હેરી જો હોગ્વર્ટ્સ નહીં જાય તો ક્યાં જશે ? હેરી પાસે હાલ ડમ્બલડોર સાથે ગુફામાં જઈને મેળવેલું જે હોરક્રક્સ છે... એ ખરેખર હોરક્રક્સ નથી એ જેમણે પુસ્તક વાંચ્યું હોય અથવા છઠ્ઠી ફિલ્મના અંતમાં હરમાઈની અને હેરી વચ્ચેનો સંવાદ ધ્યાનથી સાંભળ્યો હોય એમને ખ્યાલ હશે. ટૂંકમાં અત્યારે એક પણ હોરક્રક્સ હેરી પાસે નથી ! તો એણે છ-છ હોરક્રક્સ શોધવાના છે. ( સાતમું હોરક્રક્સ, ટોમ રીડલની ડાયરિ હતી જે નાશ પામી ચૂકી છે ! ). એ કોઈ પણ જીવિત કે નિર્જીવ વસ્તુ હોઈ શકે...કેવી રીતે શોધશે હેરી એ છ હોરક્રક્સ ? શેનાથી એમનો નાશ કરશે ? અને સૌથી મોટો પ્રશ્ન : છઠ્ઠા ભાગમાં અંતમાં ડમ્બલડોર અને હેરીને વોલ્ડેમોર્ટના છુપાવેલા હોરક્રક્સની જગ્યાએ " આર. એ. બી. " લખેલું જે લોકેટ મળ્યું... એ લોકેટ હોરક્રક્સની જગ્યાએ ત્યાં કોણે મૂક્યું હતું ? જો એ આર. એ. બી. નામના માણસે જ મૂક્યું હોય તો કોણ છે આ આર. એ. બી. ? અને તો પછી ઓરીજીનલ લોકેટ ક્યાં છે જે સાચું હોરક્રક્સ છે ? ડમ્બલડોર જો હેરીને ગૌરવ ગરૂડદ્વારની તલવાર આપવા માગતા હતા તો એની પાછળ જરૂર કોઈ કારણ હશે ? શું હશે એ કારણ ?
અને એક મિનીટ : આ ડેથલી હેલોઝ... એટલે કે વિનાશક શસ્ત્રો શું છે ?
ફિલ્મ બે ભાગમાં બની હોવાથી એટલી તો બાંહેધરી છે જ કે બૂકનું ઘણું ઓછું " ગુપ્ચાવાયું " હશે ! એટલે બૂક વાંચનાર ફેન્સ તો ખૂશ જ પણ સાથે સાથે ડીટેઈલમાં સ્ટોરી બતાવાશે એટલે માત્ર ફિલ્મથી હેરી પોટરના ચાહકો બનેલા લોકો પણ ખૂશ ! આશા રાખીયે કે પાંચમા અને છઠ્ઠા ભાગની ફિલ્મનો અસંતોષ સાતમા ભાગની ફિલ્મનો પહેલો ભાગ જોઈને દૂર થાય.
પડે છે ૧૯ નવેમ્બર ને શુક્રવારે ! જોઈ આવો ત્યારે...

ફેવરીટ ચેપ્ટર ઓફ ધ બૂક : હેરી અને હરમાઈની ની "ગોડ્રીક’સ હૉલો" ની ટ્રીપ, કે જ્યાં હેરીનું ઘર આવેલું છે... જ્યાં વોલ્ડેમોર્ટે હેરીના માતા પિતાની હત્યા કર્યા બાદ હેરીને મારવાનો પ્રયાસ કરવા જતાં..આખી હેરી પોટરની રામાયણની શરૂઆત કરેલી ! જો બૂકમાં વર્ણન છે એ પ્રમાણે જ એ આખી ઘટના બતાવવામાં આવે તો...ખરેખર રૂવાંડા ખડાં કરી દે એવી ઘટનાઓ ત્યાં થાય છે ! મને એ પણ કૂતુહલ છે કે હિન્દી વર્સનમાં "ગોડ્રીક’સ હૉલો" નો શું અનુવાદ કર્યો હશે ? ... "ગૌરવઘાટી" ? :) :)