Pages

22.2.10

મૂવી રેકમેન્ડેશન : The Butterfly Effect(2004)



સુપરનેચરલ થ્રીલરની એક નવી જ અનુભૂતિ કરાવતી આ મૂવી વિષે કંઈ પણ કહેવું એ આ મૂવીને જોવાની મજા બગાડી નાંખવા જેવું છે ! અંગ્રેજી મૂવીઝ જોવાનું જ્યારે નવું નવું સ્ટાર્ટ કરેલું ત્યારે આ મૂવી અંગ્રેજીમાં જ જોયેલું...બે વાર જોયું ત્યારે મૂવીમાં ખબર પડેલી...પણ જ્યારે પડી ત્યારે મેં ત્રીજી વાર ફરી જોયેલું...

પ્લોટની થોડી ઝલક આપું :

"મૂવીનો આપણો હીરો આમ તો નોર્મલ છે,પણ નાનપણથી એને એક વિચિત્ર તકલીફ છે.અમુક એક્સિડેન્ટ્સ...અમુક મહત્વના પ્રસંગો...કે જે એના જીવનની દિશા જ બદલી શકે...એની આખી પર્સનાલિટી બદલી શકે ... એ એને યાદ નથી રહેતા.તમને આ લખીને સમજાવવું જરા અઘરું છે.એને યાદ નથી રહેતા એટલે એવું નહીં કે એ ભૂલી જાય છે...આ ભાઈ એ પ્રસંગોની શરૂઆત પછી જાણે કે સીધો કૂદકો મારીને એ પ્રસંગોના અંતમાં અચાનક જાગ્યા હોય એવી રીતે પહોંચી જાય છે...અને વચ્ચે શું થયું એ જયારે કોઈ એને કહે ત્યારે જ એને ખબર પડે છે.આ તકલીફને કારણે એ નાનપણથી જ પ્રોબ્લેમ્સમાં ફસાતો આવ્યો છે.પણ પછી એ એક એવી ટેવ પાડે છે જેના કારણે આ આખું મૂવી બન્યું છે...એ ડાયરી લખવાનું શરૂ કરે છે ! અને એ ડાયરીમાં પેલા "મિસ થયેલા પ્રસંગો" ને એ જ્યાં સુધી યાદ આવે ત્યાં સુધી લખી રાખે છે...પણ લખ્યા પછી ક્યારેય એ પોતાની ડાયરી વાંચતો નથી.પણ કોલેજમાં આવ્યા પછી એકવાર અનાયાસે એ પોતાની ડાયરી વાંચવાની શરૂ કરે છે...અને એની "બટરફ્લાય ઈફેક્ટ" શરૂ થઈ જાય છે...જે એની નાનપણની તકલીફને એની મોટામાં મોટી શક્તિ બનાવી દે છે..."

માત્ર હોલિવૂડમાં જ બની શકે અને હીટ જઈ શકે એવું આ મૂવી મારાં ઓલ ટાઈમ ફેવરીટ મૂવીઝમાંનું એક છે.આ મૂવીમાં જ્યારે ખરી સ્ટોરી શરૂ થાય છે ત્યારે થોડીક વાર તો મગજ ચકરાવે ચડી જાય ! "આ સાલું શું થયું?" એવા પ્રશ્નો થાય...અને મારા જેવા મંદબુધ્ધી હોવ તો તો પહેલી વાર જોવામાં કંઈ ખબર જ ના પડે ! એટલે જો હીન્દીમાં ક્યાંકથી મળે તો એ પ્રીફર કરજો...બાકી તો જબરજસ્ત મૂવી છે બોસ્સ ! જોજો જ !!!!

No comments: