Pages

31.5.10

મૂવી રેકમેન્ડેશન : 12 Angry Men (1957)





બ્લેક એન્ડ વ્હાઈટ મૂવીઝ જોતાં પહેલાં હંમેશાં મન થોડું કચવાતું હોય છે,પણ અમુક બ્લેક એન્ડ વ્હાઈટ મૂવીઝ એવાં નીકળે કે જાતને ઠપકો આપવાનું મન થાય-"કેમ આ મૂવી હજુ સુધી જોયું નહોતું ?" -"12 Angry Men" એક આવું જ મૂવી છે.૧૯૫૭ ની સાલમાં રીલીઝ થયેલું આ મૂવી હાલ IMDB ના "ટોપ ૨૫૦" ના ચાર્ટમાં  "૮.૯" ના રેટીંગ સાથે  #7 મા ક્રમાંકે છે !!! અને આ વાતની ક્યારની ખબર હોવા છતાં માત્ર જૂનું મૂવી હોવાના કારણે હું જોવાનું ટાળતો હતો...હું ય મૂરખ છું...

તો હું હવે વધુ આડીઅવળી વાતો કર્યા વગર સીધો પ્લોટ ઉપર આવું :

"એક અઢારેક વર્ષના છોકરા પર તેના બાપની છૂરો ભોંકીને હત્યા કરવાનો આરોપ છે.કોર્ટમાં કેસ ચાલી ગયો છે.બે ગવાહ પણ કોર્ટ સમક્ષ જૂબાનીઆપી ચૂક્યા છે.કેસ સીધો અને સીમ્પલ છે.પણ કેસનો ચૂકાદો બાર સભ્યોની જ્યૂરીએ આપવાનો છે.જ્યૂરીના સભ્યો  સમક્ષ જ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો છે.હવે એ જ્યૂરી એ એક બંધ ઓરડામાં ચર્ચા કરીને આરોપીને "ગીલ્ટી" કે "નોટ ગીલ્ટી" જાહેર કરવાનો છે.શરત એક જ છે...જ્યૂરી જે ચૂકાદો આપે તે "સર્વાનુમતે"(યૂનાનિમસલી)  હોવો જોઈએ ! મોટા ભાગના જ્યૂરીના સભ્યોને વિશ્વાસ છે કે કેસ કાચ જેવો સાફ છે અને ચર્ચા કરવા જેવું કંઈ જ થી,છોકરાને ગીલ્ટી જાહેર કરીને ફટાફટ "છૂટા થઈએ અહીંથી..." ! પણઆ બાર જણામાં એક સભ્ય ... માત્ર એક જ સભ્ય એવો  છે જે કોઈ જ ચર્ચા વગર  "ગીલ્ટી" નો ચૂકાદો આપવા તૈયાર નથી...
વાર્તા શરૂ થાય છે આ જ્યૂરીના સભ્યો ચર્ચા કરવા માટે ઓરડામાં દાખલ થાય છે ત્યાથી.....અને એ જ ઓરડામાં પેલો ચર્ચા કરવા ઉત્સુક જ્યૂરી મેમ્બર પછી કેવી રીતે બાકીના અગિયાર જણાને તેમનો મત બદલવા કન્વિન્સ કરે છે,એ જ આપણી વાર્તા છે . એ ઓરડામાં શરૂ થયેલું મૂવી એ જ ઓરડામાં પતી પણ જાય છે.પેલો છોકરો ખરેખર ગીલ્ટી છે કે નહીં એ આપણને જાણવા નથી મળતું...અને એ ઈમ્પોર્ટન્ટ પણ નથી ! કેમ કે કેવી રીતે એક માણસ માત્ર ચર્ચાના જોરે અગિયાર લોકોને તેમનો મત બદલવા મજબૂર કરે છે,એ જ આપણી સ્ટોરી છે !"

આ મૂવી એ લોકોએ જ જોવું જેમને "ઠંડા" પિક્ચર્સ ગમતાં હોય ! આવું એટલા માટે ખવું પડે છે કે મારાં રેકમેન્ડ કરેલાં અમુક મૂવી જોયાં બાદ અમુક લોકો એ મૂવીઝ "ઠંડા" હોવાની ફરિયાદ કરતાં હોય છે.અહીં કોઈ જ સસ્પેન્સ નથી...કોઈ જ લોકેશન્સ નથી...અને ફોર ધેટ મેટર,કોઈ જ "હીરોઈન" પણ નથી ! બસ,વાતો છે,માત્ર વાતો ! તો માત્ર એક સારું મૂવી જોવાની ઈચ્છા ધરાવતાં લોકોએ જ આ "ઠંડું" મૂવી જોવું !

મારા મતે આ મૂવી એને મળેલાં રેટીંગ્સ અને IMDB માં મળેલા સાતમા ક્રમાંકને લાયક છે ! એક્ટીંગ,ડાયરેક્શન તો વખાણવાલાયક છે જ,પણ કેમેરાવર્ક પણ એવું છે જે તમને એ કમરામાં પોતે હાજર હોવાની અનભૂતિ કરાવે છે !

જો એક ઉત્તમ સ્ક્રીપ્ટ ને ઉત્તમ ડાયરેકશન મળે , તો કેવું મહાન સર્જન થઈ શકે એનું આ ફિલ્મ શ્રેષ્ઠ ઉદાહરણ છે ! સ્ક્રીપ્ટ સારી હોય તો મ્યુઝિક,સ્ટારવેલ્યુ,લોકશન્સ...બધું જ પછી ગૌણ છે ! ---શ્રી વિકી મહારાજ

3 comments:

Uday said...

I haven't seen this original movie but I have seen bollywood remake of this movie named "Ek ruka hua faisala". You can see this movie starring Pankaj kapoor and many other actors. Nice movie I would say. However, original would definitely be better than this.

Hetal said...

હા, મેં પણ આ મુવી પર થી હિન્દી માં બનેલી મુવી 'એક રૂકા હુઆ ફેસલા' જોઈ છે.. અદભુત મુવી. લાગે છે કે ઓરીજીનલ માસ્ટર પીસ મુવી પણ જોવી પડશે . :)

NISHIT RAVAL said...

અને મને લાગે છે કે મારે હવે "એક રુકા હુઆ ફૈસલા" જોવી પડશે... :)