Pages

22.2.10

મૂવી રેકમેન્ડેશન : The Butterfly Effect(2004)



સુપરનેચરલ થ્રીલરની એક નવી જ અનુભૂતિ કરાવતી આ મૂવી વિષે કંઈ પણ કહેવું એ આ મૂવીને જોવાની મજા બગાડી નાંખવા જેવું છે ! અંગ્રેજી મૂવીઝ જોવાનું જ્યારે નવું નવું સ્ટાર્ટ કરેલું ત્યારે આ મૂવી અંગ્રેજીમાં જ જોયેલું...બે વાર જોયું ત્યારે મૂવીમાં ખબર પડેલી...પણ જ્યારે પડી ત્યારે મેં ત્રીજી વાર ફરી જોયેલું...

પ્લોટની થોડી ઝલક આપું :

"મૂવીનો આપણો હીરો આમ તો નોર્મલ છે,પણ નાનપણથી એને એક વિચિત્ર તકલીફ છે.અમુક એક્સિડેન્ટ્સ...અમુક મહત્વના પ્રસંગો...કે જે એના જીવનની દિશા જ બદલી શકે...એની આખી પર્સનાલિટી બદલી શકે ... એ એને યાદ નથી રહેતા.તમને આ લખીને સમજાવવું જરા અઘરું છે.એને યાદ નથી રહેતા એટલે એવું નહીં કે એ ભૂલી જાય છે...આ ભાઈ એ પ્રસંગોની શરૂઆત પછી જાણે કે સીધો કૂદકો મારીને એ પ્રસંગોના અંતમાં અચાનક જાગ્યા હોય એવી રીતે પહોંચી જાય છે...અને વચ્ચે શું થયું એ જયારે કોઈ એને કહે ત્યારે જ એને ખબર પડે છે.આ તકલીફને કારણે એ નાનપણથી જ પ્રોબ્લેમ્સમાં ફસાતો આવ્યો છે.પણ પછી એ એક એવી ટેવ પાડે છે જેના કારણે આ આખું મૂવી બન્યું છે...એ ડાયરી લખવાનું શરૂ કરે છે ! અને એ ડાયરીમાં પેલા "મિસ થયેલા પ્રસંગો" ને એ જ્યાં સુધી યાદ આવે ત્યાં સુધી લખી રાખે છે...પણ લખ્યા પછી ક્યારેય એ પોતાની ડાયરી વાંચતો નથી.પણ કોલેજમાં આવ્યા પછી એકવાર અનાયાસે એ પોતાની ડાયરી વાંચવાની શરૂ કરે છે...અને એની "બટરફ્લાય ઈફેક્ટ" શરૂ થઈ જાય છે...જે એની નાનપણની તકલીફને એની મોટામાં મોટી શક્તિ બનાવી દે છે..."

માત્ર હોલિવૂડમાં જ બની શકે અને હીટ જઈ શકે એવું આ મૂવી મારાં ઓલ ટાઈમ ફેવરીટ મૂવીઝમાંનું એક છે.આ મૂવીમાં જ્યારે ખરી સ્ટોરી શરૂ થાય છે ત્યારે થોડીક વાર તો મગજ ચકરાવે ચડી જાય ! "આ સાલું શું થયું?" એવા પ્રશ્નો થાય...અને મારા જેવા મંદબુધ્ધી હોવ તો તો પહેલી વાર જોવામાં કંઈ ખબર જ ના પડે ! એટલે જો હીન્દીમાં ક્યાંકથી મળે તો એ પ્રીફર કરજો...બાકી તો જબરજસ્ત મૂવી છે બોસ્સ ! જોજો જ !!!!

12.2.10

Movie Recommendation : The Truman Show(1998)


The Truman Show(1998)
IMDB rating : 8/10

IMDB link : http://www.imdb.com/title/tt0120382/The Truman Show (1998)

ધ ટ્રૂમન શૉ એ ફેમસ ઍક્ટર જીમ કેરી(બ્રૂસ ઑલમાઈટી,લાયર લાયર,ધ માસ્ક...વગેરેથી જાણીતા થયેલા...)નું ખૂબ જ વખણાયેલું મૂવી છે.જીમ કેરી એમની "ગાંડી" કૉમેડી માટે પ્રસિધ્ધ છે.કોઈ માની ના શકે કે આ ઍક્ટર કોઈ સીરીયસ રોલ પણ કરી શકે છે.જો તમે પણ આવું માનનારા લોકોમાંના એક હોવ તો આ મૂવી તમારો એ ભ્રમ દૂર કરી દેશે.મેં જીમ કેરીને પહેલીવાર આ મૂવીમાં સીરીયસ ઍક્ટીંગ કરતાં જોયા છે અને એ જોયા પછી એ ઍક્ટર માટે મનમાં ખરેખર માન થઈ આવે.આને કહેવાય વર્સેટાઈલ ઍક્ટર...

સ્ટૉરીની ઝલક :

"તમારી મૂવિ જોવાની મજા ના બગડે એટલે અહીં માત્ર સ્ટૉરીની ઝલક જ આપીશ.આ વાર્તા એક એવા માણસની છે કે જેની લાઈફ એકદમ ઓર્ડીનરી છે.આપણા દરેકના જીવનની જેમ જ એનું જીવન પણ એકદમ સાદું અને સરળ છે.એનો પોતાનો એક પરિવાર છે.એની પત્ની સાથે એ ખુશહાલ જીવન વિતાવી રહ્યો છે.એની માતા થી એ અલગ રહે છે.ક્યારેક ક્યારેક બધાં મળે છે અને સુખદુ:ખની વાતો કરે છે.એના પિતા વર્ષો પહેલાં એક દુર્ધટનામાંમૃત્યુ પામ્યાં છે.એનો એક ખાસ મિત્ર છે જેને એ પોતાનિ બધી જ વાતો ખુલ્લા દિલથી કરે છે.જીવન ખૂબ જ સરળતાથી જતું હોય છે...પણ "કહાનીમાં ટ્વીસ્ટ" આવે છે ત્યારે, જ્યારે એની વર્ષો પહેલાંની ગર્લફ્રેન્ડ અચાનક એક દિવસ એને યોગાનુયોગ મળી જાય છે અને એને ચેતવે છે કે "એની જીંદગી જ આખી એક જૂઠ્ઠાણું છે...એની આસપાસનું બધું જ એક નાટક છે...".આપણો હીરો પહેલાં તો એ છોકરીને ગાંડી ગણીને એનું કહ્યું ગણકારતો નથી,પણ થોડાંક પ્રસંગો એવાં બને છે જે એને પણ મજબૂત શંકા ઊપજાવે છે કે એની આસપાસની સમગ્ર દુનિયા જાણે કે એક નાટક છે.અને પોતાની શંકા દૂર કરવા માટે પછી એ શોધખોળ શરૂ કરે છે.અને અંતે એને જે ખબર પડે છે એ...એ જોવા તમારે મૂવી જોવું પડે દોસ્તો."

જો આ મૂવી ક્યાંક જોવા મળે તો ચૂકવા જેવું નથી.

Movie Recommendation : The Shining(1980)


The Shining(1980)


This movie is based upon bestseller novel writer Stephen King's novel "The Shining"

Plot is like this : 

"હીરો એક લેખક છે.એક નવલકથા લખવા માટે એને કોઈક શાંત જગ્યાએ થોડો સમય જવું હોય છે.એની વાઈફ અને એના સાત-આઠ વર્ષના દીકરાને લઈને એ એક બર્ફીલા વિસ્તારમાં આવેલી હોટલ(કે જે છ મહિના ચાલુ અને છ મહિના હિમવર્ષાને કારણે બંધ રહે છે.)ના કેરટેકર તરીકે નોકરી લઈને જાય છે.એને અમુક મહિના આખી હોટલમાં એના પરિવાર સાથે એકલા રહીને એ હોટલની દેખરેખ કરવાની છે.ખાવા-પીવાનું બધું જ હોટલના સ્દૂટોરરૂમમાં મહિનાઓ સુધી ખૂટે એવું નથી.કામ માત્ર એટલું જ કરવાનું કે હોટલના હીટરો બરાબર ચાલે છે કે નહીં એ ચેક કરતા રહેવાનું અને કોઈ તકલીફ થાય તો ઓથોરીટીને ફોન કરવાનો...પણ દૂર દૂર સુધી વસ્તીનું કોઈ નામોનિશાન નહીં.હા,ટેલીફોન અને રેડીયો ફોન ખરા...અહીં રહેતા રહેતા હીરોને "writer's bloke" નામની લેખકોમાં જોવા મળતી ચીડીયાપણાની બિમારી લાગુ પડે છે...અને એમાં ભળે છે મહેલ જેવિ હોટલનું ભયાવહ એકાંત !!! આટલું ઓછું હોય એમ,હોટલમાંની પ્રેત જેવી અમુક શક્તિ એને એના પત્ની અને બાળકને મારવા ઉકસાવે છે...પણ એને ખબર નથી કે એના બાળક પાસે એક વિચિત્ર શક્તિ છે...જેનું નામ છે "The Shining"."

જુઓ...હું આમ તો હોરર મૂવીઝનો શોખીન નથી...પણ નોવેલ્સ ઉપરથી બનેલા મૂવીઝ્નો હું શોખીન ખરો !વળી IMDB(ઉપરની લિન્ક)માં એને ૮.૫ સ્ટાર મળેલા છે...એટલે જોયું...અને અનુભવ ખૂબ જ...ડરામણી રીતે આનંદદાયક રહ્યો !

ખૂબ જ સરસ મૂવી...ડેફીનેટલી વૉચ ઈટ !