Pages

29.1.10

Movie Recommendation : Run Lola Run(૧૯૯૮)

Run Lola Run(૧૯૯૮)

http://www.imdb.com/title/tt0130827/

આ મૂવી ડાઊનલોડ કર્યા પછી ખબર પડી કે આ તો હાળું બીજી ભાષાનું છે...પણ અંગ્રેજી સબટાઈટલ હતાં અને IMDB માં ખાસ્સા 8+ રેટીંગ હતાં એટલે થયું લાવો જોઈ નાંખીયે....વળી મૂવીની લંબાઈ માત્ર એક કલાક વીસ મિનીટ !!!

સ્ટૉરી ખૂબ જ સિમ્પલ છે.લોલા અને એનો પ્રેમી કોઈક રિસ્કી બિઝનેસમાં છે.બિઝનેસ શું છે એ નથી ખબર અને એ જાણવાથી સ્ટોરીમાં કોઈ ફરક પણ નથી પડતો.એક દિવસ લોલાના પ્રેમી(મન્ની)એ ૧૦૦,૦૦૦ મિલિયન લઈને એમના બોસને પહોંચાડવાના હોય છે...પણ લોલાનું મોપેડ ચોરાઈ જવાથી અને બીજા નાત્યાત્મક કારણોસર મન્ની પાસેના ૧૦૦,૦૦૦ મિલિયન એક ભિખારી પાસે આવિ જાય છે.હવે માત્ર વીસ મિનિટની અંદર મન્નીએ એ પૈસા એના ખતરનાક બોસને પહોંચતા કરવાના હોય છે નહીં તો એનો બોસ્સ મન્નીને જીવતો ના છોડે.....એ લોલાને ફોન કરે છે(એ સીનથી મૂવી શરૂ થાય છે...)...અને ફોન પરનિ વાતમાં આપણને મેં ઉપર કહી એ આખી સ્ટોરી જાણવા મળે છે...મન્ની લોલાને કહે છે કે તારી પાસે ૨૦ મિનિટ છે...તું આવી શકે તો ગમે તેમ કરીને ૧૦૦,૦૦૦ મિલિયન લઈને અહીં આવી જા...નહીંતર હું વીસ મિનિટ પછી મારી સામેની બેંક લૂંટવા એકલો ઘૂસીશ...એવું નહીં કરું તો બોસ મને આમેય મારી જ નાંખવાનો છે...

બસ...આટલી...લગભગ દસેક મિનિટની પૂર્વભૂમિકા સાથે મૂવી સ્ટાર્ટ થાય છે અને સ્ટોરી છે..."લોલા ૨૦ મિનિટમાં ૧૦૦,૦૦૦ મિલિયન કેવી રીતે મેળવશે અને મન્ની પાસે પહોંચશે ???"

જી હા...ઉપર પ્રશ્ન પૂછ્યો એટલી જ સ્ટોરી છે...અને એક કલાક અને વીસ મિનિટની અંદર એ સ્ટોરીને ત્રણ વખત અલગ અલગ ટ્વીસ્ટ્સ સાથે અને ત્રણ અલગ અલગ અંત સાથે બતાવી છે...ત્રીજી વખતની સ્ટોરીના અંતે એટલે કે મૂવીના અંતે...લોલા સાથે તમે પણ હસી પડશો એની આપણી ગેરંટી છે...

ખૂબ સરસ મૂવી...ક્યાંક જોવા મળે તો અચૂક જોજો...