તો હમણાં "હાઊ આઈ મેટ યોર મધર" નામના ટીવી શોની ચાર સીઝન "બેક ટુ બેક" જોઈ.પણ એ પત્યા પછી બહુ મુસીબત થઈ ગઈ.લોસ્ટ જોવાઈ ગયું...ધ બિગ બેન્ગ થીયરી જોવાઈ ગયું...ફ્રેન્ડ્સ જોવાઈ ગયું...ફિલ્મો હવે કંટાલો કરાવે છે...બૂક્સમાં હેરી પોટર જેવી મજા નથી આવતી...તો હવે કરું શું.આખું દિવાળી વેકેશન હજુ તો બાકી હતું...છેવટે કંટાળીને "F-R-I-E-N-D-S" ટીવી શોની પહેલી સીઝન ફરી જોવાની શરૂ કરી...અને "ભાવતું ભોજન ચાખવા જતાં આખી ડીશ ખાઈ જઈએ"(જાતે બનાવેલી કહેવત છે...મોં મચકોડવાની જરૂર નથી !) એમ આખી પહેલી સીઝન હું એક જ દિવસમાં જોઈ ગયો.આઈ મીન...ચોવીસ એપીસોડ...દરેક અડધા અડધા કલાકનો...મતલબ એ કે એ દિવસે બાર કલાક હું કોમ્પ્યુટરની સામે બેસી રહ્યો...પણ શું કરું?આ શો જ એવો છે.
મને એવું જાણવા મળ્યું કે આ શોની એક્ઝેટ કોપી ભારતમાં ઝી ટીવી પર ૧૯૯૯ માં પ્રસારીત થવાની શરૂઆત થઈ હતી."F-R-I-E-N-D-S" જ્યાં પ્રસારીત થતું હતું ત્યાં એવું તો સફળ થયેલું કે ભારતમાં પણ એના જેવી જ સીરીયલ બનાવવાનું ઝી ટીવીએ નક્કી કર્યું.પણ "હેલ્લો ફ્રેન્ડ્સ" નામની એ સીરીયલ માંડ દસ-વીસ એપીસોડ પ્રસારીત કરીને એને બંધ કરી દેવી પડી એટલો તો નબળો પ્રતિસાદ એને સાંપડેલો.એ શોમાં સાયરસ બ્રોચા ચેન્ડલર બનેલો અને સિમોન સિંઘ મોનિકા...પણ મને લાગે છે કે કોઈ પણ કલાકારે એમાં કામ કર્યું હોત તો પણ એ સીરીયલ ફ્લોપ જ જાત.અરે મેં તો સાંભળ્યું છે કે ઝી ટીવી વાળાઓએ આ શોની ભારતીય કોપી બનાવવાના અધિકારો પણ ખરીદેલા...પણ નકલ એટલે નકલ...અને એમાંય ભારતીય વર્સનમાં આ શોમાં બતાવી છે એવી કોમેડી બતાવવી ખરેખર મુશ્કેલ છે.સેક્સ...ડેટીંગ...રીલેશનશીપ્સ...વગેરે પરની ઓરીજીનલ "F-R-I-E-N-D-S" ની કક્ષાની કોમેડી ભારતીય સમાજમાં સ્વીકારાય કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે ... અને જો આ રીતની કોમેડીની બાદબાકી કરો તો આ ઓરીજીનલ શો જેવો નેચરલ લાગ્યો એવો ભારતીય શો નેચરલ ના બની શકે.કેમ કે ઊપર જણાવી એ મુજબની "નિર્દોષ" કોમેડી જ તો આ શોનું હાર્દ છે !જેમ કે...
અને એવું નથી કે "F-R-I-E-N-D-S" માં ઉપર બતાવી એવી જ કોમેડી છે...હું માત્ર એટલું જ કહું છું કે આવી કોમેડી પણ આ સીરીયલમાં ખૂબ જ નિર્દોષતા પૂર્વક બતાવાઈ છે...અશ્લિલતાપૂર્વક નહીં.
ચલો જવા દો...મને તો જોવા મળ્યું ને...!!!
છેલ્લે F-R-I-E-N-D-S નો એક ડાયલોગ :
આપણા મર્યાદાના આગ્રહે આપણને આવી તો ઘણી કોમેડી ક્ષણોથી વંચિત રાખ્યા છે...

- એક પબ્લિક પ્લેસમાં કોઈ માણસ એવું હાફ પેન્ટ પહેરીને આવે કે જેથી એ ખુરશી પર બેસે ત્યારે એની "Thing" દેખાય...તો એને હાસ્યાસ્પદ જ ગણાય...પણ આવી કોમેડી પર ભારતમાં મહાઊહાપોહો સર્જાઈ શકે...
- બે પુરુષ મિત્રો ભૂલથી એકબીજાને કિસ કરી દે તો એને કોમેડી નહીં...ભારતીય મૂલ્યોને અને સંસ્કૃતિને લાંછન લગાવતા શો તરીકે ભારતમાં ગણાવવામાં આવી શકે.
- "ડીલીવરી" વખતની ક્રિયાથી વાકેફ થવા માટે જોઈન કરેલી વર્કશોપમાં જ્યારે કોઈ કારણસર વાઈફ ના આવી શકે અને એકલો હસબન્ડ જાય...પછી વાઈફે ડીલીવરી વખતે કરવાની ક્રિયાઓ પોતે શીખવાનું નક્કી કરે અને પ્રેક્ટીકલી દરેક પોઝીશન અને પ્રોસેસ શીખતી વખતે જ્યારે શીખવાડનાર "open your legs and Let your vagina open like a flower" કહે ત્યારે સર્જાતા હાસ્યને ભારતમાં એટલી જ સહજતાથી બતાવવું અને દર્શકોનું પણ એ જ અર્થ અને હળવાશથી લેવું ખૂબ જ મુશ્કેલ છે.
- "ભૂલથી" એક પુરુષમિત્ર(મિત્ર જ...બોયફ્રેન્ડ કે હસબન્ડ નહીં...)ની નજર બાથરૂમમાંથી નહાઈને માત્ર ટુવાલમાં બહાર આવતી સ્ત્રીમિત્ર(જેને ખબર પણ નથી કે ઘરમાં એનો મિત્ર છે...) પર પડિ જાય...પણ ડઘાઈ ગયેલી એ સ્ત્રી્થી ગભરાટમાં ને ગભરાટમાં શરીર પરનો એકમાત્ર ટૂવાલ પણ છટકી જાય...અને પછી આખા એપીસોડ દરમ્યાન એ સ્ત્રી પેલા પુરુષમિત્રને પણ "નગ્નાવસ્થા"માં જોવા ચડસપૂર્વક એના બાથરૂમમાં ચૂપચાપ ઘૂસી જાય અને દર વખતે એ બિચારી "પેલા" સિવાયના બીજા મિત્રોને નહાતા જોઈ લે...તો એ પ્રકારની કોમેડી ભારતમાં સક્સેસ જવાના ચાન્સીસ એટલા જ છે જેટલા મારા હીરો બનવાના !
અને એવું નથી કે "F-R-I-E-N-D-S" માં ઉપર બતાવી એવી જ કોમેડી છે...હું માત્ર એટલું જ કહું છું કે આવી કોમેડી પણ આ સીરીયલમાં ખૂબ જ નિર્દોષતા પૂર્વક બતાવાઈ છે...અશ્લિલતાપૂર્વક નહીં.
ચલો જવા દો...મને તો જોવા મળ્યું ને...!!!
છેલ્લે F-R-I-E-N-D-S નો એક ડાયલોગ :
રોસ નામનો એક મિત્ર એના ખભે તેનો પાળેલો બંદર લઈને રૂમમાં પ્રવેશે છે ત્યારે બીજો મિત્ર:"look...that monkey has got ross on his ass !"
(વિચારી લો આનું હિન્દી અને પછી વિચારો કે કેવી રીતે આ ભારતમાં પ્રસારીત થઈ શકે...અને છતાં કેટલું કોમેડી છે.)
આપણા મર્યાદાના આગ્રહે આપણને આવી તો ઘણી કોમેડી ક્ષણોથી વંચિત રાખ્યા છે...
3 comments:
great article and you are right we Indians can not accept the natural things..:P
be, mazai.
tu " friends " na ava kissa(banavo) Gujarati ma lakhe to pan vanchvani mazave...
tu evu kai kar. jo free paday to.
su vichar 6...?
IDEA can Change ur LIFE.....
ભાઈ તું ફાયનાન્સર ગોત... હું આખી ફ્રેન્ડ્સ ગુજરાતીમાં રીડાયરેક્ટ કરી શકવાનો કોન્ફીડન્સ ધરાવું છું ...
તુ જે કહે છે એ મારા મનમાં ક્યારનુંય રમે છે... પણ હમણાં ભલે રમે રાખે... વિચારીશું...
હમણાં બીજું થોડું કામ (લખવાની જ વાત કરું છું હોં ... નોકરીની નહીં !) ફ્લોર પર જવાનું છે.. એ બધું પતે પછી તુ કે છે એ પણ જરૂરથી કરવાનો પ્લાન છે જ મારો !
Post a Comment