ચાલતાં-ચાલતાં મને અચાનક જ યાદ આવ્યું કે ઘરેથી નીકળતાં પહેલાં મેં નક્કી કરેલું : 'આજે ફરી કાંઈ ભૂલી ના જવાય એ માટે જે કામ કરવા જતાં હોઈએ એને મનમાં ને મનમાં ફરી-ફરીને યાદ કરતા રહેવું.'
ભૂલાઈ ગયેલી આ અગત્યની વાત અચાનક યાદ આવતાં મેં રટણ ચાલુ કર્યું : 'સોજીનો લોટ...૫૦૦ ગ્રામ...દસ રૂપિયાની અંદર આવશે...બાકીના પૈસા પાછા લેવાનું ભૂલાય નહીં...વાહ...આ વખતે બધું યાદ છે...ઊંહું...બીજો વિચાર નહી...નહીતર ભૂલી જવાશે...ફરી...સોજીનો લોટ...૫૦૦ ગ્રામ...દસ રૂપિયાની અંદર આવશે...બાકીના પૈસા..'-બસ, આ રીતે મેં મનમાં રટણ ચાલુ જ રાખ્યું...
ખરેખર ! મનના ઊંડાણમાં જો કોઈ કામ પરફેક્ટલી(એટલે મારા કૅસમાં ભૂલ્યા વગર...) કરવાની ઈચ્છા હોય તો કોઈ બાધા તમારા માર્ગમાં ટકી શકતી નથી.
મનમાં ચાલતા રટણના કારણે હું કરિયાણાની દુકાને ક્યારે પહોંચી ગયો એનો મને ખ્યાલ જ ના રહ્યો.પણ હું શા માટે આજે કરિયાણાની દુકાને આવેલો એનો મને પાક્કો ખ્યાલ હતો,જે મારા માટે એટલી ખૂશીની વાત હતી કે તેની ઊજવણી માટે હું પછીના દિવસે સવારે ભૂલ્યા વગર...સમયસર... દૂધ પીવા માટે પણ તૈયાર હતો...
દુકાને બેઠેલા કાકાને મેં છાતી ફૂલાવતાં કહ્યું : " સોજીનો લોટ...પાંચસો...".મારા અવાજમાં દરેક વાત બરાબર યાદ હોવાના અભિમાનની ઝલક હતી.કાકાએ લોટ આપ્યો અને મને બે રૂપિયા પાછા આપ્યા,જેને ખિસ્સામાં મૂકીને મેં ઘર તરફ પ્રયાણ કર્યું.
કોથળીમાં લોટ તો સોજીનો જ છે.મને ખાતરી છે,મને યાદ છે.મેં કાકાને સો ટકા સોજીનો લોટ જ કહ્યો હતો.વળી પાંચસો ગ્રામ જ છે!અને વધેલા બે રૂપિયા પણ મારી પાસે છે,મેં એ ભૂલ્યા વગર લઈ લીધેલા !.....પરફેક્ટ...એકદમ પરફેક્ટ ! આજે હું મમ્મીને એક પણ મોકો નહી આપું મારી મેમરીને કોસવાનો !
ઘરે પહોંચીને મેં એક વિજેતાના ગર્વ સાથે લોટ અને બે રૂપિયા મમ્મી સામે ધર્યા.અત્યારે આથમી રહેલો સૂરજ આજે પૂર્વમાં આથમવાનો હતો ! એ કોથળી અને બે રૂપિયા લઈને મમ્મી રસોડામાં ગઈ.
કેવી ઐતિહાસિક ઘટના ઘટી હતી આજે ! આજે એવું પહેલી વાર બનેલું કે કોઈ કામ કર્યા પછી મમ્મીએ મને કંઈ સંભળાવ્યું ના હોય.આ પ્રસંગની ઊજવણી નિમીત્તે મેં આજે સવારે પિવાનું ભૂલાઈ ગયેલું દૂધ મમ્મી જૂએ એ પહેલાં પી જવાનો મક્કમ નિર્ધાર કર્યો ! પણ આ નિર્ધાર મારી મેમરીમાં બરાબર સ્ટોર થાય એ પહેલાં જ ધડાકો થયો : "વિકીયા !!!"-જગત આખું હલબલી ઊઠ્યું.આ બૂમ મમ્મીની હતી.(આમ તો મારું નામ વિકી છે,પણ ગુસ્સામાં મમ્મી મને પ્રેમથી વિકીયા કહે છે ! )
ચહેરા પર નકરી નિર્દોષતા સાથે હું મમ્મી સમક્ષ હાજર થયો.મારા મનમાં જબરજસ્ત મૂંઝવણ ચાલી રહી હતી : 'કેટલું ગોખ્યું હતું યાર ! શું ભૂલ થઈ હશે?શું બધું ગોખેલું નકામું?ના ના ! એ શક્ય જ નથી ! નક્કી આજે મમ્મીની જ કાંઈક ભૂલ...'
-પણ મારા આવાં વિચારોનો સર્વનાશ કરતાં મમ્મીએ કહ્યું : " હું સોજીના લોટથી રોટલા બનાવું ?"
અને ત્યારે જ મને યાદ આવ્યું કે લોટ સોજીનો નહીં...બાજરીનો લાવવાનો હતો !!!
6 comments:
દોસ્તો...તમારી કૉમેન્ટ્સ લખવાનું ના ભૂલતા...એનાથી મને ખબર પડશે કે મારે લખવાનું ચાલુ રાખવું કે છોડી દેવું...:)
કોમેન્ટ્સ ક્યાંથી લખે? વંચાતું તો છે નહીં. ચશ્મા પણ પહેરી જોયા (નંબર નથી છતાંય!) ઈપત્ર લખ્યો છે પ્રત્યુત્તર આપશો.
-નિશીત રાવલ(વિકી)
તમારું નામ ય વંચાય છે! ફક્ત હાસ્ય નથી વંચાતું. હશે અમારા નસિબમાં નહીં લખ્યું હોય!
તમે લખવાનું ચાલુ રાખો (તમને વંચાય છે), અમે વાંચવાનું છોડી દેશું (વંચાતું નથી)...
:)
le. bija koi e comment j nathi lakhi...?
hu lakhu etle tara mate bahu thai gayu... hai ne...?
mane to mazai....
aamay tu bhuli to jay j 6.....
lage 6 really ma avu thayu hase....
thayu tu?
આ પોસ્ટ લખેલી એ વખતે મારે બ્લોગ પર ફોન્ટ્સના થોડા પ્રોબ્લેમ્સ થયેલાં.મારા પીસીમાં બધું વંચાય ને બીજાને ઘેર જંક ફોન્ટ્સ દેખાય એવું કાંઈક હતું...
એટલે શરૂઆતમાં મજા નહોતી આવી.
પણ એની બહુ ચિંતા નહોતી ને યાર...પહેલી ગોળીએ કાયમ નિશાન ના લાગે !
Dost I read your story in Gujarat samachar.really gવાહ દોસ્ત...મે તારી વાર્તા પેપરમાં વાંચી. મજાક અને કરૂણતા નું મીશ્રણ ! વાર્તાની શરુઆત માં જેટલો હાસ્યરસ ભર્યો અંત માં એટલો જ કરૂણ વળાંક...great...
Post a Comment